લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા.
2/4
સૂત્રોના મતે પી.કે વાલેરાની અપક્ષ ઉમેદવારી પાછળનું કારણ એ છે કે જો કોઇ સંજોગોમાં નારણ રાઠવાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવા સંજોગોમાં ભાજપની સામે કોગ્રેસના પણ ત્રણ ઉમેદવારો રહે માટે વાલેરાએ ઉમેદવારી નોંધાવી હતી.
3/4
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાને ગણતરીના કલાકો બાકી હતા ત્યારે કોગ્રેસના નેતા પી.કે વાલેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ અગાઉ ભાજપે પણ છેલ્લી ઘડીની રણનીતિ અપનાવતા પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું હતું. ભાજપના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.