શોધખોળ કરો
આજે ગાંધીનગર બનશે રાજ્યનું પહેલું Wi-Fi સિટી, જાણો સાવ મફતમાં ઈન્ટરનેટનો કેટલો ડેટા વાપરી શકાશે ?
1/6

તે સિવાય મુખ્ય 14 માર્ગ અને જાહેર સ્થળો ઉપરાંત સેક્ટરોમાં આંતરિક વિસ્તારમાં પણ વાઇફાઇની સુવિધા મળે તેના માટે નગરમાં વિવિધ સ્થળે 755 સ્થળે એક્સેસ પોઇન્ટ સ્થાપી દેવાયા છે. ગાંધીનગર શહેરમાં 70 ટકા વિસ્તારને વાઇફાઇ નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જૈ બી બારૈયાએ જણાવ્યું કે ફ્રી મિનિટ્સ પછી પેઇડ વાઇફાઇના દર પણ સ્પર્ધાત્મક રાખવા માટે વિચારણા કરવામાં આવી છે અને સિટી વાઇડ ઓપન ટુ સ્કાય કનેક્ટિવીટીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
2/6

સિટી વાઇફાઇની યોજના સિટી સર્વેલન્સ પ્રોજેક્ટનો ભાગ છે. તેમાં સમાવાયેલી અન્ય બાબતોમાં 8 સ્થળે ડિજીટલ સાઇનેજ બોર્ડ્સ, એસ પી કચેરીમાં એડવાન્સ કંટ્રોલરૂમ, 13 સ્થળોએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 16 ફેશ ડિટેક્શન કેમેરા, 15 સ્પીડ ડિટેક્શન કેમેરા, 17 સ્થળે પીટીઝેડ મતલબ કે મુવિંગ કેમેરા અને 110 સ્થળે ફીક્સ કેમેરા લગાડાયા છે. ઉપરાંત 5 માર્ગ પર 1000 સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટનો સમાવેશ થાય છે.
Published at : 30 Dec 2016 10:31 AM (IST)
View More























