શોધખોળ કરો
હોમગુજરાતભરૂચઃ યુવતીને બીજી યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, પિતાને લેસ્બિયન સંબંધોની જાણ થતાં આવ્યો ભયાનક અંજામ, જાણો વિગત
ભરૂચઃ યુવતીને બીજી યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, પિતાને લેસ્બિયન સંબંધોની જાણ થતાં આવ્યો ભયાનક અંજામ, જાણો વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 09 Apr 2017 09:46 AM (IST)
1/8

જયેન્દ્રે આ કારણસર માયાની નજીક હતો તેથી તેણે સાથ આપ્યો. ઝાહેદા સાથે લેસ્બિયન સંબંધ હોવાને કારણે માયાને તેના પિતા સાથે અનેકવાર તકરારો થઈ હતી. યુનુસ માયાને પોતાની દીકરીથી દૂર રાખતા હતા તેથી તેણે તેમનો કાંટો કાઢી નાખ્યો હોવાનું માયાએ કબૂલ્યું છે, તેમ પીઆઈ કિરણ રાઠોડે જણાવ્યું છે.
2/8

મૂળદાસ વસાવા પહેલાં મુસા ઉમરજી પટેલ હતા પણ ધર્માંતરણ કરી મૂળદાસ વસાવા બન્યા હતા. એ પછી તેમણે લગ્ન કર્યા અને ધર્મગુરૂ બન્યાં હતાં. છેલ્લાં પંદરેક વર્ષથી તેઓ ભરૂચમાં સ્થાયી થયાં હતાં. મૂળદાસ વસાવાના અનેક અનુયાયી હતાં તેમના મૃત્યુ બાદ જયેન્દ્ર વસાવાના પિતા જયંતિ વસાવાને ગાદી સોંપવામાં આવી હતી.
3/8

ખેતરમાં માયાએ યુનુસના માથામાં સળિયાના ઘા મારી દીધાં હતાં. માયા સાથે ગયેલાં જયેન્દ્ર વસાવાએ લોખંડની એંગલથી ઘા કરી યુનુસને પાડી દીધો હતો અને પછી એંગલ ગળા પર મુકી ગળુ દબાવી મોત નીપજાવ્યું હતું. માયાના પિતા મૂળદાસ વસાવા મૂળ રાજપીપળાના જૂના રાજૂવાડિયાના વતની છે.
4/8

એક વાર યુનુસે બંનેને સેક્સ માણતાં જોઈ લીધાં હતાં. ગુસ્સે ભરાયેલા યુનુસે ઝાહેદા પ્રતિબંધ મૂકી દીધો હતો. યુનસુ ઝાહેદા સાથેના સંબંધોમાં અવરોધરૂપ બનતાં માયાએ તેનો કાંટો કાઢી નાંખવા નિર્ણય લીધો હતો. યુનુસ જમીન દલાલીનો પણ વ્યવસાય કરતાં હોઇ માયા તેમને ખરોડ પાસે જમીન હોવાનું જણાવી લઇ ગઇ હતી.
5/8

તપાસ કરતાં આ કાર ભરૂચ શહેરની રચના નગર-4 સોસાયટીમાં રહેતી માયા ઉર્ફે સમીર વસાવાની હોવાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં માયાએ કબૂલ્યું હતું કે, તેના મૃતક યુનુસની પુત્રી ઝાહેદા સાથે લેસ્બિયન સંબંધો હતા. બંને ખાનગીમાં મળતાં અને સેક્સ સંબંધો બાંધતાં હતાં.
6/8

આ કેસની વિગત એવી છે કે, જૂના તવરા ગામના ખેતરમાંથી યુનુસ મનિયાની લાશ મળી આવી હતી. ખેતર માલિકે એક કાળા કલરની સ્પાર્ક કારમાં બે વ્યક્તિને લાશ ફેંકીને જતાં જોઇ હતી. ખેડૂતે કારનો નંબર પોલીસને આપતાં પોલીસે કારની તપાસ હાથ ધરી હતી. દરમિયાન કાર નર્મદા પાર્કના ગેટ પાસેથી મળી આવી હતી.
7/8

યુનુસને પોતાની પુત્રી ઝાહેદાના લેસ્બિયન સંબંધોની જાણ થઈ જતાં તેમની પુત્રીની પ્રેમિકા માયાએ યુવતીએ તેના અન્ય એક મિત્ર જયેન્દ્ર સાથે મળી તેમની હત્યા કરી નાંખી હતી. યુનુસ મનિયાની હત્યા કરનાર માયા ઉર્ફે સમીર વસાવા તેમજ તેના સાગરિત જયેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે.
8/8

ભરૂચ: ભરૂચ તાલુકામાં જૂના તવરા ગામના ખેતરમાંથી સિતપોણના યુનુસ મણિયાની લાશ મળી હતી. તેની તપાસમાં જે વિગતો બહાર આવી તેણે પોલીસને ચોંકાવી દીધી છે. આ હત્યા માટે મૃતકની પુત્રી ઝાહેદાના માયા ઉર્ફે સમીર વસાવા નામની યુવતી સાથેના સેક્સ સંબંધો જવાબદાર છે.
Published at : 09 Apr 2017 09:46 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ગુજરાત
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
ગુજરાત
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ટ્રેન્ડિંગ સમાચાર






















