શોધખોળ કરો
ગાંધીનગર: હાઈવે પર કારનો અકસ્માત જોઈ CM રૂપાણીએ પોતાનો કાફલો રોક્યો પછી શું થયું? જાણો વિગત

1/6

2/6

3/6

વિજય રૂપાણીએ રોડ પર અકસ્માત થયેલી કાર પાસે આવ્યા હતાં અને અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ અકસ્માતવાળી કાર પાસે આવીને એક વ્યક્તિને પૂછ્યું હતું અને ત્યાર બાદ પોલીસ કર્મીઓને ઈજાગ્રસ્તને સારવાર મળે તે માટે આદેશ આપ્યા હતાં. નોંધનીય છે કે અકસ્માત થતાં જ કાર હવામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી.
4/6

રાતે 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં તે દરમિયાન રાયસણ ચોકડી પાસે રોડ ઉપર એક સરકારી બોલેરો ગાડીને અકસ્માત સર્જાયો હતો જે જોઈને વિજય રૂપાણીએ પોતાનો કાફલો રોકી દીધો હતો અને તેમના કોન્વોયને સાઈડમાં ઉભો કરાવ્યો હતો.
5/6

કુડાસણ રોડ પર થયેલા અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે મુખ્યમંત્રીના કાફલને ટ્રાફિકમાં હેરાન ન થવું પડે તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો પરંતુ વિજય રૂપાણી અકસ્માત જોઈને પોતાનો કાફલો રોકી દીધો હતો જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.
6/6

ગાંધીનગર: શુક્રવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં ત્યારે ગાંધીનગરના કુડાસણ પાસે એક સરકારી વાહનનો અકસ્માત સર્જાયો હતો જે જોઈને વિજય રૂપાણીએ પોતાનો કાફલો રોકી દીધો હતો અને અકસ્માત થયું હતું તેનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ ઈજાગ્રસ્ત થયેલાઓને તાત્કાલિક સારવાર મળે એ માટે આદેશ આપ્યો હતો.
Published at : 29 Dec 2018 08:54 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement