હવામાન ખાતાની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, તેની સાથે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં વરસાદ પડશે.
2/5
આ સિવાય 4 દિવસ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર-સોમનાથી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત માટે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 21 ઈંચ એટલે કે 63.93 ટકા નોંધાયો છે.
3/5
ગુજરાતમાં પણ તે સક્રિય થશે તેના કારણે હવામાન વિભાગ દ્વારા ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
4/5
હવાનાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે. તેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની વકી છે.
5/5
અમદાવાદઃ ગુજરાતમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે મંગળવારથી ચાર દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 96 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.