ન્યુઝિલેન્ડ: અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 217 રનના લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતે 8 વિકેટે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. આજની જીત સાથે ભારત અત્યાર સુધી ચાર વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગુજરાતના ભાવનગરના ખેલાડી હાર્વિક દેસાઈનો પણ દબદબો રહ્યો હતો. હાર્વિક દેસાઈએ વીનિંગ શોર્ટ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. જોકે ટીમ ઈન્ડિયાની જીત બાદ બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતી જીત થઈ હતી અને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી.
ગુજરાતી ખેલાડી એવા હાર્વિક દેસાઈએ ટીમ ઈન્ડિયા તરફથી વિકેટ કીપિંગ કરી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 3 કેચ પકડ્ય હતાં. જ્યારે બેટિંગમાં પણ તેણે 47 રન ફટકાર્યા હતાં. જ્યારે હાર્વિક દેસાઈ ચોગ્ગો ફટકારીને વીનિંગ શોર્ટ ફટકાર્યો હતો. જ્યારે મનજોતે 101 રન ફટકાર્યા હતાં.
ભારતની U-19 ટીમ વર્લ્ડ કપ વિજેતા બનતા જ બીસીસીઆઈએ હેડ કોચ રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયા, ટીમના સભ્યોને 30 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે ખેલાડીઓમાં પણ ડબલ ખુશી જોવા મળી હતી.
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
મહેસૂલ વિભાગમાં વર્ગ-1 ના 79 અધિકારીઓની સાગમટે બદલીના આદેશ
SVPI એરપોર્ટ દ્વારા 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ, ઉત્સવોની ઉજવણી અને શોપીંગ સાથે ઈનામો જીતવાની તક!
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી