શોધખોળ કરો
Weather News: પશ્ચિમ કચ્છમાં અચાનક પલટાયું વાતાવરણ, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
Gujarat Weather: નખત્રાણા અને ભુજના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ છવાયું.

Gujarat rain news: પશ્ચિમ કચ્છમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તાર અને ઉલટ વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
1/7

ભુજ શહેરમાં પણ બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા.
2/7

ખાસ કરીને ભુજના કોડકી અને મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં ભારે ઝાપટું વરસ્યું હતું, જેના કારણે ખેડૂતોમાં થોડી ચિંતા જોવા મળી હતી.
3/7

આ ઉપરાંત, પશ્ચિમ કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
4/7

બપોર સુધી તડકો હતો, પરંતુ અચાનક વાદળો ઘેરાઈ ગયા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો.
5/7

હવામાનમાં આવેલા આ પરિવર્તનથી લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
6/7

જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની પણ સંભાવના છે.
7/7

ભારે ઝાપટાં રૂપે પડેલા વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચાર મળ્યા છે.
Published at : 20 Mar 2025 07:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
