શોધખોળ કરો
Gujarat Heat: કાળઝાળ ગરમીનો કહેર, રાજ્યના આ શહેરમાં હીટવેવની કરાઈ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીનો કહેર, રાજ્યના આ શહેરમાં હીટવેવની કરાઈ આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પાર સતત વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.
2/6

જોકે આજે હવામાન વિભાગે આણંદમાં યલો એલર્ટ તેમજ હીટવેવની આગાહી કરી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફથી પવનની જે દિશા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. આજે 41 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. જોકે રાજ્યમાં સૌથી વધુ તાપમાન આણંદમાં નોંધાયુ છે.
3/6

આગામી દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા ગુજરાતવાસીઓ પરેશાન થઇ ગયા છે.
4/6

રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. માર્ચના અંતિમ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, અને આગામી 2 દિવસમાં ગરમીનો પારો હજુ પણ 42 ડિગ્રીએ પહોંચી શકે છે.
5/6

હવામાનને લઇને આગાહી છે કે, ઉત્તર-પશ્ચિમથી ઉત્તર ગરમ સૂકા પવનો શરૂ થયા છે જેના કારણે રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો ઉંચો જશે અને રાત્રિના સમયે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે.
6/6

હાલમાં સોમવારે આણંદનું વિદ્યાનગર 41.3 ડિગ્રીએ પહોંચ્યુ હતુ, આ સાથે જ વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર પણ બન્યુ હતું.
Published at : 25 Mar 2025 04:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
