શોધખોળ કરો

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Gujarat Weather: ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં આકરો તાપ પડવા લાગ્યો છે. લોકો આકરી ગરમીથી બચવા લીંબુ સરબત,છાસ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.

Gujarat Weather: ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં આકરો તાપ પડવા લાગ્યો છે. લોકો આકરી ગરમીથી બચવા લીંબુ સરબત,છાસ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. તો ઘણા લોકો વોટર પાર્કમાં ઠંડક મેળવી રહ્યા છે. હવે ગુજરાતમાં આકરા તાપને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા

અંબાલાલ પટેલના મતે માર્ચ માસના અંતે એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કેટલાક ભાગમાં વાદળછાયું વાતવરણ કે છાંટા પડવાની શક્યતા છે. એપ્રિલ માસની 10 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે.

કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા

ગુજરાતના મહત્તમ ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા કે આંધી તેમજ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી એપ્રિલ માસમાં ભારે પવન આંધી ધૂળની ડમરીઓ તેજ પવનની ગતિથી બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા છે. જેમાં કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા છે. 

10મી એપ્રિલ સુધીમાં ગરમી વધે તેવી શક્યતા 

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 41 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગરમી વધવાની શક્યતા છે. જુનાગઢના વિસ્તારોમાં પણ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં કચ્છમાં અને રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

26 એપ્રિલથી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનતા વાવાઝોડાની શક્યતા 

તેમણે આગળ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જેના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે  આ ઉપરાંત દસમી મેથી 15 મી જુન વચ્ચે બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેતા શરૂઆતના ચોમાસામાં શરૂઆતમાં વરસાદ સારો રહેશે. આ વર્ષે  બંગાળ ઉપસાગરમાં બેથી ત્રણ  વાવાઝોડાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે કારણ કે સમુદ્રનું તાપમાન ઊંચું રહેશે. નોંધનિય છે કે, જો ઉનાળામાં વરસાદી માહોલ જામશે તો કેરી જેવા પાકોને નુકસાની થશે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત

Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ

Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ

આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી

Embed widget