નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ હાલમાં જ ગાંધીનગરમાં આયોજિત પાટીદાર ગ્લોબલ સમિટમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પતંગોત્સવ જેવા મોટા કાર્યક્રમમાં કેમ હાજર ના રહ્યા તે સ્પષ્ટ નથી. તાજેતરમાં ફુડ રિસર્ચ લેબોરટીનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં પણ નિતીન પટેલ હાજર નહોતા રહ્યા.
2/5
ભાજપે સરકાર બનાવ્યા પછી ખાતાની વહેંચણીને લઈને નીતિક પટેલ નારાજ થયા હતા અને હાઈકમાન્ડ સામે માથું ઉંચકીને નાણુ ખાતુ પરત મેળવ્યું હતું. તેના કારણે ભાજપના નેતાઓ અને ખાસ તો અમિત શાહ નિતીન પટેલથી નારાજ છે તેવી વાતો ચાલી રહી છે. આલબત્ત આ બધી રાજકીય અટકળો છે.
3/5
રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં આમંત્રણ હોવા છતાં નિતીન પટેલ દેખાયા ન હતા. આ ઉપરાંત પતંગોત્સવનાં કેટલાંક હોર્ડિંગ્સમાંથી પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની તસવીરો હટાવી લેવામાં આવી છે. હવે જાહેરાતોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની જ તસવીરો જોવા મળી રહી છે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.
4/5
અમદાવાદઃ અમદાવાદમાં રવિવારે રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મેયર ગૌતમ શાહ સહિતના મહેમાનોની હાજરીમાં પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે પણ આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સૂચક ગેરહાજરી રહી.
5/5
નીતિન પટેલની પતંગોત્સવના કાર્યક્રમમાં ગેરહાજરીથી ફરી રાજકીય અટકળોનું બજાર ગરમ બન્યું છે અને ભાજપમાં ઓલ ઈઝ વેલ નથી તેવી અટકળો ચાલી રહી છે. આ પતંગોત્સવમાં ઈંગ્લેન્ડ, કુવેત, કોરિયા, યુક્રેન જેવા દેશોમાંથી 250થી વધારે પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે.