અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોનાં મોત થયા છે. કારમાંથી પોલીસે લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે.
2/3
કચ્છના ભચાઉ નજીક ઇનોવા કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભચાઉથી મીઠુ ભરેલું ટ્રેલર કંડલા તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ટાયર ફાટતા ટ્રેલર પલટી ખાઈને ડિવાઈડર કૂદીને સામેના રોડ તરફ જતી કાર પર પડ્યું હતું. કારની પાછળ સિમેન્ટ ભરેલું બીજુ ટ્રેલર આવતું હતું જેના કારણે કાર આ બે ટ્રેલર વચ્ચે પડીકું વળી ગઈ હતી.
3/3
ભચાઉ: ભચાઉ હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. બે ટ્રેક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં અંદાજે 12 લોકો હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.