શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: ભારે વરસાદથી અનેક ગામડાંઓમાં પાણીમાં, કાર અને ગરવખરીનો સામાન તણાયો

1/12

2/12

3/12

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી બાદ ચાલી રહેલ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે ગીર સોમનાથ, સોરઠ, અમરેલી અને જામનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 8 દિવસમાં 40 ઈંચ સુધી વરસેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી જેના કારણે ત્રણ-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો ગ્રામજનો પૂરમાં અટવાયા છે, જેના કારણે અતિવૃષ્ટિથી ગ્રામજનો માટે ઉપર આભ અને નીચે પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.
4/12

માણાવદરમાં આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદથી સમગ્ર પંથક જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. 700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તાલુકાના શેરડી ગામે 8 ઈંચ વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું. આ જ રીતે કોડીનારમાં પણ વધુ 12 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ છે.
5/12

6/12

ગીર, સોરઠ, ઘેડ કે રાજુલા, જાફરાબાદ પંથકના પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોની મદદે કોઈ પહોંચતું નથી. આ ગામોમાં વીજ, ફોન અને એસટીની સેવા ઠપ્પ થઈ ગઈ છે. લોકોની ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. પૂરના પાણી ઓસરે અને કોઈ મદદે આવે તેની રાહ લોકો જૂએ છે.
7/12

આગાહી બાદ સૌરાષ્ટ્રમાં જાણે આભ ભાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જેમાં ડોળાસામાં 13 ઈંચ વરસાદથ પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે ખંભાળિયા, કોડીનાર અને માણાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. નિકાવામાં 10 ઈંચ, રાણવાવમાં 8 ઈંચ, પોરબંદરમાં 7 ઈંચ, વેરાવળ અને લાલપુરમાં 6 ઈંચ, જામનગર અને કેશોદમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
8/12

9/12

અમરેલી જિલ્લામાં જાફરાબાદ પંથકમાં વધુ સાડા ત્રણ ઈંચ સાથે મેઘરાજાનું જોર ઘટ્યું હતું. આમ છતાં નદીઓમાં પૂરને કારણે અનેક ગામડામાં પાણી ભરાયા છે. જિલ્લામાં વડીયામાં ૩, રાજુલા-લાઠીમાં દોઢ, અમરેલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીના નાના આંકડીયા ગામમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા.
10/12

જામનગર ઉપર આખરે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ખંભાળીયામાં 12.5 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. લાલપુર અને કાલાવડમાં 6, જામનગરમાં 5, ધ્રોલમાં અઢી જ્યારે નિકાવામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. કાલાવડ અને ધ્રોલના ગ્રામ્ય પંથકમાં 5થી 8 ઈંચ વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથક મળી 8થી 12 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
11/12

ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. જ્યારે વેરાવળમાં વધુ 6 ઈંચથી જનજીવન પ્રભાવિત થયું છે. સૂત્રાપાડા તાલુકાના લોઢવા પંથકમાં 8 દિવસમાં 51 ઈંચ વરસાદથી ખેતરો ધોવાઈ ગયા છે. તાલાલામાં વધુ દોઢ ઈંચ સાથે નવ દિવસમાં 29 ઈંચ વરસાદ પડતા કમલેશ્વર ડેમમાં 29.5 ફુટ પાણી આવ્યા છે.
12/12

કેશોદમાં વધુ 5 ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ 24 ઈંચ થઈ ગયો છે. અહીં ઓઝત, સાંબલી નદી પર ડેમના દરવાજા ખોલાતા કેશોદ તાલુકાના નદી કાંઠાના ગામડામાં જળબંબાકાર સર્જાયો છે. કેશોદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. વેપારીઓને વરસાદથી તારાજી સહેવી પડી છે.
Published at : 18 Jul 2018 09:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
