ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.
3/6
શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એક આનંદના સમાચાર છે, કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે.
4/6
રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ આમ તો 7 દિવસની રજાઓ જાહેર કરી છે, જોકે, વિદ્યાર્થીઓ માટે આખી નવરાત્રીની રજાઓ બની જશે. ગુજરાતમાં આ વર્ષે 15થી 21 ઓક્ટોબર સુધી શૈક્ષિણક કાર્ય બંધ રહેશે, પણ 13મી ઓક્ટોબરે શનિવાર અને 14 ઓક્ટોબરે રવિવાર હોવાથી નવરાત્રી વેકેશન નવ દિવસનું એટલે કે આખી નવરાત્રીનું થઇ જશે.
5/6
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણમંત્રીએ આ વાતની માહિતી આપી છે, વિભાવરીબહેન દવેએ આ અંગે કહ્યું કે હવે નવરાત્રી દરમિયાન એટલે કે 15થી 21 ઓક્ટોબર સુધી તમામ શાળા-કૉલેજમાં નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે.
6/6
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ હવે નવરાત્રીના પાવન પર્વને ઉમંગ સાથે ઉજવી શકશે, આ માટે રાજ્ય સરકારે શાળા-કૉલેજોમાં મીની વેકેશન જાહેર કર્યું છે.