શોધખોળ કરો
લોકરક્ષણ દળની પરીક્ષા રદ્દ થતાં પરત ફરી રહેલા એક યુવક-મહિલાનું અકસ્માતમાં મોત, જાણો વિગત

1/5

કચ્છનાં ભચાઉ-ભૂજ હાઇવે પર લોકરક્ષકદળની પરીક્ષા આપી પરત ફરી રહેલા પરીક્ષાર્થીઓની કાર પલટી ખાતા તેમની સાથે આવેલી 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. ભુજથી ટંકારા પરત જતી વખતે કાર પલટી તેમનું મોત થયું હતું જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતા.
2/5

મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા માટે આવેલા યુવાનનું બસની ટક્કર વાગવાથી મોત નિપજ્યું છે. મહેસાણાથી જતિનસિંહ પ્રદીપસિંહ વિહોલ નામનો યુવાન અમદાવાદ ખાતે લોકરક્ષકદળની પરીક્ષા આપવા માટે આવ્યો હતો.
3/5

મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા માટે આવેલા યુવાનનું બસની ટક્કર વાગવાથી મોત નિપજ્યું છે. મહેસાણાથી જતિનસિંહ પ્રદીપસિંહ વિહોલ નામનો યુવાન અમદાવાદ ખાતે લોકરક્ષકદળની પરીક્ષા આપવા માટે આવ્યો હતો.
4/5

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપ્યા છે તો ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં અલગ-અલગ સ્થળે લોકરક્ષકની પરીક્ષામાંથી પરત ફરી રહેલા 2 પરીક્ષાર્થીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે અને 6 લોકોને ઈજા થઈ છે.
5/5

ગુજરાતભરમાં રવિવારે આયોજિત લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીક થવાનાં કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ કારણે રાજ્યનાં લાખો યુવાનોએ નિરાશા અને આક્રોશ સાથે પરત ફરવું પડ્યું હતુ. પેપર લીક થઈ જવાના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.
Published at : 03 Dec 2018 09:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રાઇમ
દેશ
ક્રાઇમ
Advertisement
