શોધખોળ કરો
'પાસ'ના ક્યા નેતાએ કોંગ્રેસને પોસ્ટરોમાંથી સરદાર પટેલની તસવીર દૂર કરવા આપ્યું અલ્ટિમેટમ?
1/3

અલ્પેશે ઓડિયોમાં કોંગ્રેસને વિનંતી કરી કે, 24 કલાકની અંદર તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટોને દૂર કરવામાં આવે. કારણ કે 70 વર્ષ સુધી જેમણે સરદાર પટેલના ફોટાને પોતાના ફોટામાં કે ક્યાંય સ્થાન ન આપ્યું એ માત્રને માત્ર 2019ની ચૂંટણી જીતવા માટે સરદાર પટેલના ફોટાનો રાજકીય દૂરઉપયોગ ન કરી શકે. 24 કલાકમાં તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટો દૂર નહીં કરવામાં આવે તો ગુજરાતભરની પાસની ટીમ ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરશે.
2/3

ઓડિયામાં અલ્પેશે કહ્યું કે, છેલ્લા 70 વર્ષથી સરદાર પટેલના નામે માત્રને માત્ર ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ રાજકારણના રોટલા શેકી રહી છે. માટે કોઈપણ પક્ષ ચૂંટણીમાં સરદાર પટેલના નામનો ઉપયોગ ન કરે અને 70 વર્ષ બાદ ગુજરાતની કોંગ્રેસ પાર્ટીએ પોતાના બેનરમાં સરદાર પટેલને સ્થાન આપ્યું છે. કોંગ્રેસ સરદાર પટેલના ફોટાનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતવાનો નિષકલંક પ્રયાસ કરી રહી છે.
Published at : 07 Feb 2019 10:32 AM (IST)
View More





















