શોધખોળ કરો
રૂપાણી સૌરાષ્ટ્ર બહારની બીજી કઈ બેઠક પરથી પણ ઝંપલાવે તેવી શરૂ થઈ ચર્ચા? જાણો વિગત
1/5

વડોદરા જિલ્લા અને આસપાસના વિસ્તારના ભાજપા દ્વારા જાહેર કરી દેવામાં આવેલા ઉમેદવારોના ઉમેદવારી પત્રો બે દિવસમાં ભરી દેવાની પણ કવાયત કરી દેવામાં આવી છે. વડોદરા બહારના ભાજપાના કાર્યકરોને ૨૫મી કે ૨૭મી વડોદરા આવવુ પડશે તેના માટે તૈયારી પણ કરી દેવામાં આવી દેવામાં આવી છે. જોકે ચર્ચાએ એવી ચાલી રહી છે કે, રાજકોટ ખાતે વિજય રૂપાણીને હારનો ડર હોય તેઓ વડોદરા પણ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. આ મામલે ભાજપા તરફથી કોઇ ખોંખારીને બોલવા માટે તૈયાર નથી.
2/5

રાજકોટ ખાતેથી વિજય રૂપાણીએ પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને તેની આસપાસનો વિસ્તાર ગત ચૂંટણીમાં ભાજપા માટે ગઢ સાબીત થયા હતા. તેવા સંજોગોમાં હવે આ વિસ્તારને સાચવવા માટે આ વિસ્તારમાંથી એક મોટુ માથુ ચૂંટણી લડાવવાની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે. જેના ભાગરૂપે વિજય રૂપાણીને વધુ એક સ્થળેથી ચૂંટણી લડાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે.
Published at : 24 Nov 2017 11:35 AM (IST)
View More























