સાળંગપુર: બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટેનો આજે છેલ્લો દિવસ છે. આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્યારે તે અગાઉ રિવલલવ ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા. તે સિવાય બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ બાપાના અંતિમ દર્શન કર્યા હતા.
2/3
અનિલ અંબા0ણીની સાથે મોરારિ બાપુએ અંતિમ દર્શન કર્યા હતા. તેમણે બાપાની આરતી પણ ઉતારી હતી. સીએમ રૂપાણી અંતિમ સંસ્કાર વખતે હાજર રહેશે. તે સિવાય ભાજપના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી, બાબા રામદેવ પણ બપોર સુધીમાં દર્શને પહોંચ્યા હતા. નોંધનીય છે કે આજે એટલે કે બુધવારે બપોરે ત્રણ વાગ્યે મંદિર પરિસરમાં અંતિમ વિધિ શરૂ થશે. જે પાંચ વાગ્યા સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી શનિવારે 95 વર્ષની વયે બ્રમ્હલિન થયા હતા.