શોધખોળ કરો
ભાવનગરઃ વિધવાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?
1/3

ગઈ કાલે રાતે બોરડાની હાઇસ્કૂલ પાછળથી શાંતુબેનની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શાંતુબેનની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મહિલાની દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે, માતાના પ્રેમીએ જ હત્યા કરી છે. જોકે, હાલ તો આરોપી ફરાર છે, પરંતુ પોલીસે ટૂંક સમયમાં જ આરોપી ઝડપાય જશે, તેમ જણાવ્યું હતું.
2/3

આ ઘટનાની વિગતો એવી છે કે, તળાજા તાલુકા બોરડા ગામમાં રહેતી શાંતુબેન બાંભણીયાના પતિ ધીરુભાઈએ આજથી બે વર્ષ પહેલા આપઘાત કરી લેતાં શાંતુબેન વિધવા થયા હતા. આ પછી તેઓ 15 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરવા માટે છૂટક મજૂરી કરતાં હતા. દરમિયાન તેમને ગામનાજ યુવક મકા વાલજી ભાલીયા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા.
Published at : 12 Nov 2016 10:56 AM (IST)
Tags :
Woman MurderView More





















