શોધખોળ કરો
નામ બદલવાથી રામ રાજ્ય આવે તો 125 કરોડ લોકોના નામ રામ રાખી દોઃ હાર્દિક પટેલ
1/4

હાર્દિકે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ વોટબેંક માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે. ગુજરાતમાં દરેક ગામમાં રામ મંદિર છે અને અયોધ્યામાં કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જ મંદિર નથી બનાવી શકાયું. આ મામલે ભાજપ જાણી જોઈને રાજકારણ કરે છે. ભાજપ રાફેલ, આરબીઆઈ જેવા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહ્યું છે. ભાજપ અને આરએસએસ દેશનો માહોલ ખરાબ કરી રહ્યું છે, આ યોગ્ય નથી. મુદ્દાઓને ભટકાવવા માટે જગ્યાઓના નામ બદલવામાં આવી રહ્યા છે.
2/4

ફૈઝાબાદનું નામ અયોધ્યા અને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, જો આ દેશને ફક્ત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની 125 કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્યા છીએ.
Published at : 15 Nov 2018 12:33 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















