નવી દિલ્લી: દેશના પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટીના 50 પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રુપે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ઓબીસીના અધિકારોની લડાઈ લડાવા માટે પોતાની નોકરીઓ છોડી એક રાજકીય પાર્ટી બનાવી છે. આ ગ્રુપે પોતાના રાજકીય સંગઠનનું નામ 'બહુજન આઝાદ પાર્ટી' (BAP) રાખ્યું છે.
2/4
પાર્ટીના સદસ્યો ઉતાવળમાં ચૂંટણી મેદાનમાં નથી ઉતરવા માંગતા. તેમણે કહ્યું તેમનો ઘ્યેય 2019ની લોકસભા ચૂંટણી લડવાનો નથી. નવીન કુમારે કહ્યું અમે ઝડપથી કોઈ કામ નથી કરવા માંગતા અને અમે મોટી મહત્વકાંક્ષા વાળું નાનું સંગઠન બનીને નથી રહેવા માંગતા. અમે વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીથી શરૂઆત કરશું અને ત્યારબાદ લોકસભા ચૂંટણીનું લક્ષ્ય નક્કી કરશું.
3/4
તેમણે આગળ જણાવ્યું કે, એક વાર નોંધણી થઈ ગયા પછી અમે પાર્ટીના નાના એકમો બનાવીશું. જે અમારા જનાધારને વધારે મજબૂત કરશે. અમે ખુદને કોઈ રાજકીય પાર્ટી કે વિચારધારા તરીકે રજૂ કરવા નથી માંગતા. સંગઠનમાં મુખ્ય રીતે એસસી, એસટી અને ઓબીસી જાતિના સદસ્યો છે. તમામ લોકોનું માનવું છે કે પછાત વર્ગને શિક્ષણ અને રોજગાર મામલે તેમનો સાચો હક નથી મળ્યો. પાર્ટીએ ભીમરાવ આંબેડકર, સુભાષ ચંદ્ર બોસ અને એપીજે અબ્દૂલ કલામ સહિત ઘણા દિગ્ગજ નેતાઓની તસવીરો લગાવીને સોશ્યલ મીડિયામાં પ્રચાર શરૂ કરી દિધો છે.
4/4
આ ગ્રુપને લીડ કરી રહેલા આઈઆઈટી દિલ્લીથી વર્ષ 2015માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચુકેલા નવીન કુમારે જણાવ્યું કે અમે 50 લોકોનું એક ગ્રુપ છીએ. તમામ દેશની અલગ-અલગ આઈઆઈટીમાંથી છે. જેમણે પાર્ટીને ઉભી કરવા માટે પોતાની નોકરીઓ છોડી દિધી છે. અમે અમારી પાર્ટીના રજીસ્ટ્રેશન માટે ચૂંટણી પંચમાં અરજી કરી છે અને હાલ પાયાના લેવલે કામ શરૂ કર્યું છે.