ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાહત-બચાવ કાર્ય શરૂ કરી ઘણા ઘાયલ બાળકોને એમ્બુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
2/3
મધ્ય પ્રદેશના તુરકહા બિરસિંગપુરની પાસે અચાનક જ ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી સ્કૂલ વાન સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ સતના જિલ્લાના પોલીસ અધિકારીઓને ઘટનાની માહિતી આપી અને બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
3/3
ભોપાલ: મધ્યપ્રદેશના સતના જિલ્લાના તુરકહા બરિસિંગપુરાની પાસે એક સ્કૂલ વાન અને બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમમાં 7 બાળકો સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બાળકો ગંભીરરીતે ઘાયલ થયા હતા.