બીદર: કર્ણાટકના બીદરમાં એક સાડી દુકાનદારે નોટબંધીનો પ્રચાર કરવા માટે પોતાની દુકાનની 100 રૂપિયાની સાડીને એક રૂપિયામાં વેચવાનું શરૂ કરી દીધું છે.
3/5
બીદરમાં માત્ર એક રૂપિયો આપીને કોઈ પણ મહિલા સૃષ્ટિ-દ્દષ્ટિ સાડી સેંટરમાંથી સાડી ખરીદી શકે છે. સૃષ્ટિ-દ્દષ્ટિ સેંટરના માલિક ચંદ્રશેખર પસાર્ગેએ નોટબંધીનો પ્રચાર કરવા માટે આ સ્ક્રીમ કાઢી છે.
4/5
100 રૂપિયાની સાડી એક રૂપિયામાં તો મળશે, પરંતુ તેના માટે એક શરત ફોલો કરવી પડશે, અને તે શરત છે એક રૂપિયો નોટમાં આપવો પડશે. સિક્કામાં ચલાવી લેવામાં આવશે નહીં. પસાર્ગેના મતે, તે રવિવારે ત્રણ હજારથી વધુ સાડીઓ વેચી ચૂક્યા છે. દુકાનની બહાર એક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે આ ઑફર નોટબંધીની સાથે ક્રિસમસ અને ન્યૂ ઈયર મનાવવા માટે પણ છે.
5/5
જો કે ચંદ્રશેખરની આ સ્કીમથી ઘણી મહિલાઓને ફાયદો મળી રહ્યો છે. બીદરમાં મેડનું કામ કરનાર રેહાના બીએ તો સાડી ખરીદવા માટે નોકરીમાંથી એક દિવસની રજા પણ લઈ લીધી છે. દુકાન પર ભારે ભીડના કારણે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ પણ ઉભી રાખવામાં આવી છે.