તમને જણાવી દઇએ કે, લાંબી કોશિશો બાદ આ ડીલના વચોટિયા ક્રિશ્ચિયન મિશેલને યૂએઇથી ધરપકડ કરાઇને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે.
2/4
28 ઓગસ્ટ 2009ના રોજ લખવામાં આવેલી આ ચિઠ્ઠી મુજબ, મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ વડાપ્રધાન કાર્યાલય, સંરક્ષણ મંત્રાલય સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળી રહી હતી. વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનની મુલાકાત અંગે પણ જાણ હતી.
3/4
નવી દિલ્હી: અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ સોદામાં ધરપકડ કરાયેલા ક્રિશ્ચિયન જેમ્સ મિશેલની એક ચિઠ્ઠી સામે આવી છે જે ઘણા ખુલાસા કરે છે. આ ચિઠ્ઠીમાં ફિનમેકેનિકા કંપનીના સીઈઓ જુગેપી ઓરસીને લખવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે તેમણે સત્તાધારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પર દબાણ વધાર્યું હતું. તેમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારી મિશેલને સંબંધિત મંત્રાલયોમાંથી મળી રહી હતી.
4/4
જુગેપી ઓરસીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં મિશેલે દાવો કર્યો છે કે આ મુદ્દાને લઇને સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટીની જે બેઠક થનાર છે તેના વિશે તેને જાણકારી છે. આ મુદ્દા પર વડાપ્રધાન, જોઇન્ટ સેકેટ્રરી અને ડિફેન્સ સેકેટ્રરીની વચ્ચે જે વાત ચાલી રહી હતી તે તેને પણ ખબર હતી. એટલું જ નહીં, તત્કાલીન સંરક્ષણ મંત્રી તેમની ડીલના પક્ષમાં છે.