PM Modi Gujarat Visit Live: સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી: PM મોદી
Pm Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જાણીએ આજના દિવસના કાર્યક્રમ સહિતના સંપૂર્ણ અપડેટ્સ
LIVE

Background
Pm Modi Gujarat Visit Live:પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં પીએમ મોદી જોડાશે, . સોમનાથ મંદિરમાં મહાદેવના ચરણમાં શીષ ઝુકાવ્યા બાદ પૂજા અર્ચન કરીને જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ જશે. વાઇબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સનો શુભારંભ પણ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે.
રવિવારે, પીએમ "સોમનાથ સ્વાભિમાન પર્વ" ના ભાગ રૂપે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ શનિવારે સોમનાથ પહોંચ્યા, જ્યાં તેમણે મોડી સાંજે સોમનાથ મંદિરમાં "ઓમકાર મંત્ર" ના જાપમાં ભાગ લીધો.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભક્તિ, શક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દેશના વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટ (Shree Somnath Trust) ના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' (Somnath Swabhiman Parv) ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને 1૦૦૦મા વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.
આકાશમાં રચાયો અદ્ભુત નજારો (Magnificent Drone Show)
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાયેલ અત્યાધુનિક ડ્રોન શો (Drone Show) રહ્યો હતો. અંધકારભર્યા આકાશમાં સેંકડો ડ્રોન્સ દ્વારા સોમનાથ મંદિરની 1000 વર્ષની 'સ્વાભિમાન યાત્રા'નું સચિત્ર અને ભાવસભર નિરૂપણ કરવામાં આવ્યું હતું. આકાશમાં સર્જાયેલી દિવ્ય આકૃતિઓએ સમગ્ર પ્રભાસ ક્ષેત્રને ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી ઝળહળતું કરી દીધું હતું. ઉપસ્થિત સૌ કોઈ આ નયનરમ્ય નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પીએમ મોદીએ કર્યા ઓમકાર જાપ (Omkar Jap by PM Narendra Modi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમનાથ મંદિરમાં વિશેષ દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લીન થઈને 'ઓમકાર જાપ' (Omkar Chanting) કર્યા હતા. મંદિરના ગર્ભગૃહથી લઈને સમગ્ર પરિસર ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર અવસરે સૌરાષ્ટ્રના નામાંકિત સાધુ-સંતો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જૂનાગઢ સાધુ અખાડાના પ્રમુખ ઈન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu), મહામંડલેશ્વર મહેન્દ્રનાથ ગિરી બાપુ અને શેરનાથ બાપુ સહિતના વરિષ્ઠ સંતોએ હાજરી આપીને વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું.
PM મોદીએ રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાવ્યો પ્રારંભ
રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનો PM મોદીએ પ્રારંભ કરાવ્યો, PM મોદી રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને સંબોધશે. રિજનલ વાઈબ્રન્ટ સમિટને લઈ આયોજિત પ્રદર્શની નિહાળશે.350 વિદેશી ડેલિગેટ્સ સહિત પાંચ હજારથી ઉદ્યોગકારોએ સમિટમાં ભાગ લીઘો છે. મુકેશ અંબાણી પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી પણ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં પહોંચ્યાં છે , અહીં 1 હજાર કરોડના MoU થવાની સંભાવના
સોમનાથ સ્વાભિમાન પર્વ પર મહાદેવના આશીર્વાદ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ પ્રસંગ ગૌરવ અને મહિમાથી ભરેલો છે. તે ગૌરવના જ્ઞાન, વૈભવના વારસા અને આધ્યાત્મિકતાના અનુભવને મૂર્તિમંત કરે છે. તે અનુભવ, આનંદ, આત્મીયતા અને સૌથી ઉપર, મહાદેવના આશીર્વાદને મૂર્તિમંત કરે છે."





















