અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ તરફ 1167 અને ઈન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ સ્પેસમાં 900 વાહનો પાર્ક થઈ શકે છે. જેમાં પ્રથમ 10 થી 12 મિનિટ ફ્રી પાર્કિંગ હોય છે. જે બાદ 4 કલાક સુધી બસ, મિનિબસ,એસયુવી, ટેમ્પો અને ટ્રક માટે રૂ. 100, કાર માટે રૂ.85 અને રિક્ષા માટે રૂ. 20નો પાર્કિંગ ચાર્જ વસૂલાય છે. હવે 21 નવેમ્બર સુધી આ ચાર્જ નહીં ચૂકવવો પડે.
2/5
આ જાહેરાત બાદ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીએ કહ્યું હતું કે, એવિએશન મિનિસ્ટ્રી તરફથી નોટિફિકેશન મળી ગયું છે. નોટિફિકેશન પ્રમાણે 14 નવેમ્બરની મધરાત્રી 12 વાગ્યાથી એરપોર્ટના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલના પાર્કિંગમાં કોઈ ચાર્જ નહીં લેવાય. નોટિફિકેશન પ્રમાણે આ ફ્રી પાર્કિંગનો લાભ 21 નવેમ્બર સુધી અમલી રહેશે.
3/5
જો કે એરપોર્ટ પાર્કિંગ ખાનગી ઓપરેટરોને અપાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવાય છે અને તેમણે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો સ્વીકારવાનો ઈન્કાર થતાં ભારે હોબાળો થયો હતો.આ અંગેની ફરિયાદો ઉપર સુધી પણ પહોંચી હતી. તેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
4/5
આ ફ્રી પાર્કિંગની સવલત તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મળશે. એરપોર્ટ પાર્કિંગ ફી માટે અપાતી 500 અને1000 રૂપિયાની જૂની નોટો સ્વીકારવામાં નથી આવતી તેવી વ્યાપક ફરિયાદો થઈ હતી. એ પછી સરકારે એરપોર્ટ પાર્કિંગ ફી માટે અપાતી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો સ્વીકારવા આદેશ આપ્યો હતો.
5/5
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી નાંખી તેના કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે ત્યારે લોકોને રાહત આપવા માટે મિનિસ્ટ્રીઓફ સિવિલ એવિએશિન ઓફ ઈન્ડિયાએ 14 નવેમ્બર મધરાત્રીથી 21 નવેમ્બર સુધી તમામ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે.