PSLV C-40નું લૉન્ચિંગ એટલા માટે ખાસ છે, કેમકે ભારતમાં બનેલા કાર્ટૉસેટ સીરીઝનો આ આધુનિક સેટેલાઇટ છે જેને અંતરિક્ષમાં ભારતની જાસૂસી આંખ કહેવામાં આવે છે. કાર્ટૉસેટ સીરીઝના ઓ સાતમો ઉપગ્રહ દેશની રક્ષા અને સુરક્ષા માટે ખાસ છે.
2/6
નોંધનીય છે કે, જ્યારે પાકિસ્તાન પર ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, તે સમયે સેનાને એલઓસી પર આતંકવાદીઓના લૉન્ચ પેડ તબાહ કરવામાં આ સીરીઝના સેટેલાઇટથી ખુબ મદદ મળી હતી.
3/6
ISROના PSLV C-40થી પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો અને બંકરો પર નજર રાખી શકાશે. કાર્ટોસેટ 2F ઉપગ્રહથી ભારતની એજન્સીઓ, પાકિસ્તાનમાં બનેલા આતંકવાદી કેમ્પો અને બંકર્સની ઓળખ કરી શકે છે. સાથે આ ચીનની દરેક સૈન્ય હરકત પર પણ નજર રાખશે. ચીન સાથે જોડાયેલા બોર્ડર વિસ્તારમાં પણ ડ્રેગનની દરેક હરકત પર બાઝ નજર રાખવામાં આસાની રહેશે.
4/6
શ્રીહરિકોટાઃ ઇસરોએ આજે સવારે પોતાનું PSLV C-40/કાર્ટોસેટ-2 મિશન લૉન્ચ કરી દીધું છે, આ ઇસરોનો 100મો ઉપગ્રહ છે જેને આસમાન આંબ્યુ છે. PSLV C-40ને 31 સેટેલાઇટને લઇને ઉડાન ભરી છે, જેમાં ત્રણ ભારતના અને 28 સેટેલાઇટ 6 જુદાજુદા દેશોના છે. હવે જાણો શું છે આની ખાસિયત, કેમ છે ખાસ?
5/6
કાર્ટૉસેટ 2F ઉપગ્રહથી હવામાનની માહિતી મળતી રહેશે. સાથે સાથે વિકાસ પરિયોજનાઓ પર પણ નજર પહેલાથી વધુ સારી રહી શકશે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ-ગુણવત્તા વાળા ફોટો પ્રૉવાઇડ કરવામાં સક્ષમ છે. જેનો યૂઝ શહેરી તથા ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રસ્તાં નેટવર્ક પરની નજર રાખવા માટે કરી શકાશે.
6/6
યાદ રહે કે 15 ફેબ્રુઆરી 2017એ એકસાથે 104 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલીને ISROએ એવો ઇતિહાસ લખ્યો હતો, જેને આજ સુધી કોઇ તોડી શક્યું નથી.