શોધખોળ કરો
વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર YSR કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર અણીદાર હથિયારથી હુમલો, જાણો વિગત
1/4

જગન મોહન રેડ્ડી વાઈ એસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. તેમના પિતા 2004થી 2009 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી હતા તે દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. જગન મોહને પિતાના નિધન બાદ કોંગ્રેસથી અલગ થઈ વાઇએસઆર કોંગ્રેસ નામની પાર્ટી બનાવી. જે હાલ આંધ્રપ્રદેશમાં મુખ્ય વિપક્ષ છે. હાલ જગન મોહન પાર્ટી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
2/4

હુમલાખોરનું નામ જે શ્રીનિવાસ છે. તે એરપોર્ટ પરની એક રેસ્ટોરામાં કામ કરે છે. તે જગનનો મોટો પ્રશસંક હોવાનું હોવાનું કહી રહ્યો છે. શ્રીનિવાસ જગન સાથે સેલ્ફી લેવા માંગતો હતો. સીઆઈએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર પાસેથી બે ઈંચ લાંબુ તીક્ષ્ણ અણિદાર હથિયાર મળી આવ્યું છે.
Published at : 25 Oct 2018 02:23 PM (IST)
View More





















