વધુમાં આર્મી ચીફે સેનાની પ્રસંશા કરતાં કહ્યું કે, જવાના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથેની બોર્ડર પર સારી રીતે કામ થઇ રહ્યુ છે, ચિંતાનું કોઇ કારણ નથી.
2/5
જોકે, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને અપરાધની કેટેગરીમાંથી બહાર કરી દીધું છે. છતાં વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં સંબોધતા આર્મી ચીફે જોર આપીને કહ્યું કે, 'અમારા અહીં આ બધુ નહીં ચાલે, અમે કોઇ ગેને સેનામાં ઘૂસવા નહીં દઇએ.
3/5
4/5
તેમને કહ્યું કે, આર્મી કાયદાથી ઉપર નથી પણ બંધારણ દ્વારા સેનાને કેટલીક છૂટ આપવામાં આવવી જોઇએ. ના અમે લોકો આધુનિક છીએ, ના અમારુ પશ્ચિમીકરણ થયુ છે. એલજીબીટીનો મુદ્દો અમને લોકોને સ્વીકાર્ય નથી.
5/5
નવી દિલ્હીઃ જનરલ બિપિન રાવત દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યુ છે, જેના પર વિવાદ ઉભો થઇ શકે છે. ગુરુવારે આર્મી ચીફે કહ્યું કે, સેનાની માનસિકતા કન્ઝર્વેટિવ છે એટલા માટે 'ગે' સમુદાયના લોકોને કે કોઇ વ્યભિચારને અનુમતિ નથી આપી શકતા.