Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની માંગ કર્યાના આરોપ પર સાંસદ મનસુખ વસાવાની વાતનો સ્વીકાર કરીને જિલ્લા કલેક્ટર સંજય મોદીએ વધુ એક રાજકીય ડ્રામા સર્જી દીધો હતો. આજે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. જ્યાં ચૈતર વસાવાએ 75 લાખની માંગ કર્યા હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો હતો. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી કે આ વાત રાજપીપળા નહીં, પરંતુ કેવડીયા હેલિપેડ પર થઈ હતી. આટલુ કહીને જિલ્લા કલેક્ટરે ચાલતી પકડી હતી. મીડિયાના સવાલો પર જિલ્લા કલેક્ટરે મૌન સાધ્યું હતું. તો સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી કે કલેક્ટરે મારી વાત સાચી માની છે ત્યારે હવે હું મારી પાર્ટી સાથે જ છું.





















