નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલને લઈને આપેલા નિર્ણય બાદ કેંદ્ર સરકારે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પહેલા અમિત શાહે પ્રેસ કૉંન્ફ્રેંસ કરી રાહુલ ગાંધીને પુછ્યું કે તેઓ જણાવે કે તેમને ક્યાંથી માહિતી મળી છે. બાદમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. જેટલીએ કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. તેમણે કહ્યું, અસત્યની ઉંમર ખૂબ ઓછી હોય છે.
2/3
રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. કોર્ટે આ મામલે તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેના વડપણ હેઠળ આ ડીલને લઈને તપાસ કરવાની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી.
3/3
અરૂણ જેટલીએ કહ્યું, કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાફેલમાં અડચણો ઉભી કરનારાઓની હાર થઈ છે. કૉંગ્રેસે દેશની સુરક્ષા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. જેટલીએ કહ્યું, રાફેલ પર ખોટી માહિતી ફેલાવનારાઓ સંસદમાં કેમ નથી બોલતા. અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ.