ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે શનિવારે બવાના વિધાનસભા વિસ્તારમાં 7 અનાધિકૃત કોલોનિયામાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનો શુભારંભ કર્યો હતો.
2/5
આ દરમિયાન અરવિંદ કેજરીવાલ મંચ પરથી ભાષણ આપી રહ્યાં હતા અને સામે બીજેપી કાર્યકર્તાઓ અને પદાધિકારી નારેબાજી કરતાં હતા. જ્યારે અરવિંદ કેજરીવાલના મંચની સામે જ કાળા ઝંડા બતાવવામાં આવ્યા તો તેમને બીજેપી કાર્યકર્તાઓને ઓકાતમાં રહેવાની ચેતાવણી આપી દીધી હતી. કેજરીવાલે વિરોધ કરી રહેલા બીજેપી કાર્યકર્તાઓને કહ્યું, 'ઓકાતમાં રહો, નહીં તો એટલા જુતા પડશે કે ઓળખાશો પણ નહીં.'
3/5
આરોપ છે કે જેવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યક્રમમાં પહોંચ્યા, બીજેપી કાર્યકર્તાઓ હાથમાં કાળા ઝંડા લઇને ત્યાં પહોંચી ગયા. બીજેપી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલે બવાના નરેલા આવનારી મેટ્રોને કેન્સલ કરી દીધી છે. તેમને આરોપ લગાવ્યો કે કેજરીવાલે મેટ્રો લાઇન માટે બજેન નથી આપ્યું જેનાથી ગ્રામીણ વિસ્તારને મોટુ નુકશાન થયું છે. એટલા માટે તે કેજરીવાલનો વિરોધ કરવા લાગ્યા હતા.
4/5
ખરેખર, શનિવારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના બવાના વિધાનસભા વિસ્તારમાં ગયા હતા. અહીં તે કૉલોનિયો માટે પીવાના પાણીની પાઇપલાઇનનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. દાવો છે કે કાર્યક્રમમાં કેજરીવાલના આવ્યા પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને પદાધિકારીઓ પહોંચી ગયા.
5/5
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કાળા ઝંડા બતાવવા વાળા બીજેપી કાર્યકર્તાઓને જુતા પડવાની ચેતાવણી આપી છે. સાથે ઓકાતમાં રહેવાની પણ વૉર્નિંગ આપી દીધી છે.