નવી દિલ્હીઃ સગીર યુવતી સાથે દુષ્કર્મના મામલે જોધપુરની કોર્ટે આસારામને બળાત્કારી ગણાવ્યા છે. હવે કોર્ટ તેને 10 વર્ષ સુધીની સજા સંભળાવી શકે છે. આસારામની સાથે બે અન્ય શિલ્પા અને શરદને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે બે અન્ય શિવા અને પ્રકાશને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
2/10
ભાજપ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધુમલ પણ વેબસાઈટ પર આપવામાં આવેલ ભક્તોની યાદીમાં સામેલ છે.
3/10
જ્યારે દોઢ દાયકાથી છત્તીસગઢ જેવા નક્સલ પ્રભાવિત રાજ્યની કમાન સંભાળી રહેલ રમણ સિંહ પણ ભક્તોની આ યાદીમાં સામેલ છે.
4/10
એક દાયકાથી વધારે એમપી જેવા મોટા રાજ્યની કમાન સંભાળનાર શિવરાજ સિંહ ચૌહાણ પણ આ યાદીમાં છે.
5/10
આ યાદીમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનું નામ પણ સામેલ છે.
6/10
આસારામના ભક્તોની યાદીમાં રોડ-ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતિન ગડકરીનું નામ પણ લખેલ છે.
7/10
આ યાદીમાં જાણીતા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું નામ પણ સામેલ છે.
8/10
જ્યારે આ તસવીરમાં જોવા મળતા દેશના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ આડવાણીને પણ તેના ભક્ત ગણાવવામાં આવ્યા છે.
9/10
આસારામની વેબસાઈટ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ તેના ભક્ત ગણાવવામાં આવ્યા છે.
10/10
આસારામ જ્યારે પ્રવચન કરતાં હતાં ત્યારે તેના મંજ પર રાજનીતિ, રમત ગમત, સિનેમા સહિત અનેક ક્ષેત્રોના દિગ્ગજોની હાજરી જોવા મળતી હતી. નેતાઓની વાત કરીએ તો તેમાં આસારામની વેબસાઈટ અનુસાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી આસારામના ભક્ત હતા.