શોધખોળ કરો
બિહારની યુવતીએ બનાવેલું આ મશીન લગાવવાથી દારૂ પીનારો કારમાં બેસશે તો કાર સ્ટાર્ટ જ નહીં થાય...
1/4

દારૂ પીધા બાદ થતી દુર્ઘટનાઓને પણ આ યંત્રના ઉપયોગથી રોકી શકાશે એશ્વર્યએ આ સફળતાનો શ્રેય પોતાના પિતા રવિ ગુપ્તા અને માતા ઈંદુ દેવીને આપ્યો હતો. ઐશ્વર્યને આ સફળતા માટે પુણેમાં આયોજિત રાષ્ટ્રીય સ્તર ઈનોવેટિવ મોડલ અને પ્રોજેક્ટ પ્રતિયોગિતામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
2/4

ઐશ્વર્યએ જણાવ્યું કે મશીનનું નામ આલ્કોહોલ ડિટેક્ટર એન્ડ ઓટોમેટિક એન્જિન લોકિંગ સિસ્ટમ રાખવામાં આવ્યું છે. આ મશીન વિશે પૂછતાં ઐશ્વર્ય પ્રિયાએ જણાવ્યું કે આ એક નાનું મશીન છે. જેને કારના ડેસ્ક બોર્ડ પર લગાવી શકાય છે. આ યંત્રનો એક તાર કારની બેટરી સાથે જ્યારે બીજો તાર કારના એન્જિનમાં લાગેલો હોય છે. જેમ કે કોઈ ડ્રાઈવર અથવા વાહન ચાલક દારૂ પીને કાર ચલાવશે તો સામેનું મશીન તેના શ્વાસના આલ્કોહોલને પકડી લેશે અને કારના એન્જીનને બંધ કરી દેશે. જ્યાં સુધી દારુ પીધેલો વ્યક્તિ કારમાંથી ઉતરી નહી જાય ત્યાં સુધી કાર ચાલુ નહી થાય. જો સરકાર આ પ્રોજેક્ટ પર કામ કરે તો માત્ર આઠસોથી નવસો રૂપિયામાં મશીન બનાવીને વાહનોમાં લગાવી શકાય છે.
Published at : 28 Aug 2018 11:23 AM (IST)
Tags :
AlcoholView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















