મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના એક નેતા સેક્સ રેકેટમાં ફસાયા છે અને તેમની સામે એક મહિલાએ ચાર વરસ સુધી પરાણે સેક્સ સંબંધો બાંધવાનો અને અકુદરતી રીતે સેક્સ માણવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી છે. મીરા રોડ પર રહેતી 44 વર્ષની આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
2/7
કાશીમીરા પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિલાસ સનપે આ અંગે જણાવ્યું કે, ભોંસલે સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને મહિલાના મેડિકલ ટેસ્ટનું પરિણામ આવી જશે એ પછી પગલાં ભરાશે. તેમણે પોલીસ પુરાવા એકત્ર કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
3/7
ભોંસલેએ મહિવાનું બ્યુટી પાર્લર બંધ કરાવી દેવાની અને તેના દીકરાની હત્યા કરાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. આ રીતે તેમણે ચાર વર્ષ સુધી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મહિલા આ બધાથી કંટાળતાં છેવટે પોલીસને શરણે આવી છે. પોલીસે ભોંસલે સામે બળાત્કાર અને અકુદરતી સેક્સની ફરિયાદ નોંધી છે.
4/7
આ દરમિયાન એક વાર તેમણે મહિલા સાથે બળજબરીથી સેક્સ માણ્યું હતું અને તેનો વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયોના આધારે તેમણે મહિલાને બ્લેકમેઈલ કરવા માંડી હતી. ભોંસલે તેને વસઈની અલગ અલગ હોટલોમાં લઈ જતા ને ત્યાં તેની સાથે સેક્સ સંબંધ બાંધીને પોતાની હવસ સંતોષતા હતા.
5/7
મહિલાનો આક્ષેપ છે કે ભોંસલે સાથે તેની મુલાકાત 2012માં થઈ હતી. તેનો પતિ મલેશિયા રહે છે અને તેની સાથે મનમેળ નહીં હોવાથી મહિલા છૂટાછેડા લેવા માગે છે. ભોંસલેએ તેને મદદ કરવાના બહાને તેને મળવા માંડ્યું હતું અને તેને છોડવા માટે તેના ઘરે આવતા થઈ ગયા હતા.
6/7
આ મહિલા બ્યુટી પાર્લર ચલાવે છે અને તેને એક દીકરો પણ છે. ભોંસલે ગમે ત્યારે તેના બ્યુટી પાર્લર પર પહોંચી જતા અને મહિલાને પોતાની સાથે સેક્સ સંબંધ બાંધવાની ફરજ પાડતા. મહિલા વિરોધ કરતી તો તેનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતા.
7/7
ભાજપના આ નેતા કાશીમીરાના કોર્પોરેટર અનિલ ભોંસલે છે. ભોંસલે મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ કમિટીના ચેરપર્સન પણ છે. મહિલાએ શુક્રવારે કાશીમીરા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી. મહિલા ભોંસલેના પોતાની સાથેના ફોટા પણ લઈ ગઈ હતી.