જો તમે ભાડા પર રહેતા હોય તો મકાન માલિક પાસેથી એનઓસી લેવી પડશે. ઘરની પાર્કિંગથી વધારે ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે નહીં.
2/3
કારના રજિસ્ટ્રેશન સમયે તમે જે એડ્રેસ પ્રૂફ આપશો તે જગ્યા પર પાર્કિંગ સ્પોટની તસવીર પણ કાગળો સાથે આપવી પડશે. જે સરનામાં પર રજિસ્ટ્રેશન કરાવો છો ત્યાં પહેલા કેટલી ગાડીઓ હતી તેની જાણકારી આપવી પડશે.
3/3
નવી દિલ્લી: પાર્કિંગ વિશે વિચાર્યા વગર કાર ખરીદરનારે હવે મોટો ઝટકો લાગનાર છે. નોઈડા પરિવહન વિભાગે નવો નિર્ણય લીધો છે. તેની સાથે હવે કારનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે પાર્કિંગનું પણ પ્રૂફ સાથે આપવું પડશે. જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નથી તો તમારી ગાડીનું રજિસ્ટ્રેશન નહીં થાય.