નવી દિલ્લીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ભાગ લેવા કેરળના કાલિકટ પહોંચ્યા હતા. અહીં ગુજરાતી સમાજ દ્ધારા રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. અહીં આવેલા ગુજરાતી હોલમાં ગુજરાતી સમાજને રૂપાણીનું પુષ્પ છાંટી સ્વાગત કર્યુ હતું. કોઝીકોડેમાં ગુજરાતી લોકોને સંબોધનારા તેઓ પ્રથમ ગુજરાતી મુખ્યમંત્રી હતા.
5/5
લોકોને સંબોધતા તેમણે કહ્યુ હતું કે, ગુજરાત તમારી માતૃભૂમિ છે અને હાલમાં ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસ, ટ્રાન્સપરન્સી મામલે એક મોડલ છે. ગુજરાતના ખેડૂતોની આવક વધવાથી તેઓ ખૂબ ખુશ છે. રૂપાણી સિવાય મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.