કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે મનોહર પારિકર બીમાર હોવાથી રાજ્યના વિકાસના કામો છેલ્લાં કેટલાંક સમયથી રોકાઈ ગયા છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર છેલ્લાં કેટલાંક સમયથી બીમાર છે.
2/3
પણજીઃ ગોવામાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો સોમવારે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળવા રાજભવન પહોંચ્યા હતા. જો કે રાજ્યપાલ હાજર ન હોવાથી કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા અંગેની ચિઠ્ઠી ત્યાં જ છોડીને જતાં રહ્યાં હતા.
3/3
મનોહર પર્રિકરની બીમારીને જોતાં કોઈ નવા મુખ્યમંત્રીને ગોવાની કમાન આપવાની અટકળો ચાલી રહી છે. જો કે ભાજપે તે વાતનો ઈન્કાર કર્યો છે. મનોહર પર્રિકરને વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યાં છે જ્યાં ચેકઅપ માટે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં છે.