મમતાએ પોતાનાં માતા-પિતાને પણ બોલાવ્યાં અને તેમણે પણ બંસીલાને માર માર્યો હતો. પુત્ર ઘરે આવતાં બંસીલાલે તેને વાત કરી પછી બંને પોલીસમાં ફરિયાદ કરવા ગયા પણ પોલીસે ફરિયાદ ના લેતાં તેમણે કોર્ટમાં અરજી કરી હતી.
2/7
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બંસીલાલે પોતાના દીકરા સંજીવનાં લગ્ન 30 નવેમ્બર, 2016ના રોજ ગાઝિયાબાદની મમતા સાથે કરાવ્યાં હતાં. મમતાને દિલ્હીમાં એએસઆઈ તરીકે કામ કરતા પ્રદીપ સાથે લગ્ન પહેલાં જ સેક્સ સંબંધો હતા પણ આ વાત તેના પરિવારે તેમનાથી છૂપાવી હતી.
3/7
આ ઘટનાની વિગત એવી છે કે, ભિવાનીના નાંગલના બંસીલાલે ફરિયાદ નોંધાવી હતી કે, પોતે પોતાની પુત્રવધૂને પ્રેમી સાથે સેક્સ માણતાં જોઈ ગયા હતા તેથી પુત્રવધૂએ પોતાના પ્રેમી સાથે મળીને તેમને રૂમમાં પૂરી દીધા અને તેમને ફટકાર્યા. પુત્રવધૂએ પોતાનાં માતા-પિતાને પણ બોલાવીને તેમને ફટકાર્યા હતા.
4/7
કોર્ટે મમતા ઉપરાંત તેના પ્રેમી પ્રદીપ, મમતાના ભાઈ વિવેક તથા અમિત, તેની માતા બિમલેશ તથા માનેહરુના નથ્થુ સામે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો છે. આ તમામ લોકો સામે આઈપીસીની કલમ 341, 497, 420, 506, 323, 34 બ તથા 120-બી હેઠળ કેસ નોંધવા આદેશ આપ્યો છે.
5/7
ભિવાનીઃ હરિયાણાના ભિવાનીની કોર્ટે એક વ્યક્તિની ફરિયાદના આધારે તેની પુત્રવધૂ તથા તેના પ્રેમી સહિત છ લોકો સામે મારપીટ કરવાનો તથા ઠગાઈ કરવાનો કેસ નોંધવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ તમામ લોકો સામે આઈપીસીની અન્ય કલમો હેઠળ પણ ફરિયાદ નોંધાશે.
6/7
એક દિવસ બંસીલાલ વહેલા ઘરે આવી ગયા ત્યારે પ્રદીપ અને મમતા સેક્સ માણતાં હતાં. પુત્રવધુને પરપુરુષ સાથે કઢંગી અવસ્થામાં જોઈને બંસીલાલના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમના આઘાત વચ્ચે મમતા અને પ્રદીપે તેમને રૂમમાં પૂરીને ફટકાર્યા અને કોઈને કહ્યું તો મારી નાંખવાની ધમકી આપી.
7/7
લગ્ન પછી સંજીવ પત્નિને લઈને દિલ્હીમાં મોડલ ટાઉનમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. પ્રદીપ ત્યાં મમતાને મળવા આવતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. બંસીલાલ થોડા દિવસ પહેલાં સંજીવના ઘરે ગયા હતા. એ દરમિયાન બંસીલાલ બહાર હોય ત્યારે પ્રદીપ ઘરે આવતો ને બંને રંગરેલિયાં મનાવતાં.