સુરક્ષા એજન્સીઓને વિશ્વાસ છે કે પાકિસ્તાનની અંદર ઘૂસીને કોવર્ટ ઓપરેશનની યોજના બહુ જલદી અમલી બનાવાશે. ભારત પાકિસ્તાનમાં કોઇપણ આતંકી સંગઠનમાં ઘૂસણખોરી માટે સક્ષમ છે અને આઇએસ,અલકાયદા, મુજાહિદ્દીનના સંખ્યાબંધ આતંકવાદીઓ આ રીતે જ પકડાયા છે.
2/7
આ અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી રાજકીય ઇચ્છાશકિતના અભાવે પાકિસ્તાનની અંદર ઘૂસીને દુશ્મનો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી શકાતી ન હતી પણ મોદી સરકારે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને રાજકીય ઈચ્છાશક્તિ બતાવતાં સુરક્ષા એજન્સીઓ ફોર્મમાં આવી ગઈ છે.
3/7
ભારતે પીઓકેમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓ અંકુશરેખા પરથી ભાગીને પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં ભરાયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ હવે પાકિસ્તાનની અંદર પણ કોવર્ટ ઓપરેશન હાથ ધરી આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની તૈયારી શરૂ કરી છે.
4/7
કોવર્ટ ઓપરેશનમાં એજન્ટોની ઓળખ ગુપ્ત હોય છે અને ટાર્ગેટને ખત્મ કરી તેઓ ચુપચાપ પાછા ફરતા હોય છે. કોઇપણ સરકાર કોવર્ટ ઓપરેશનની જવાબદારી નથી લેતી. ઇઝરાયલ પોતાના દુશ્મનોના ખાત્મા માટે લાંબા સમયથી આવા કોવર્ટ ઓપરેશનો કરતી હોય છે.
5/7
ઇઝરાયલની એજન્સીઓ સાથે નજીકના સંબંધો ભારતીય સુરક્ષા એજન્સીઓને કામ આવી શકે છે. મોસાદ આ પ્રકારનાં ઘણાં ઓપરેશનો અત્યાર સુધીમાં પાર પાડી ચૂકી છે. ભારતીય એજન્સીઓને મદદ કરવા માટે પણ મોસાદે તૈયાર બતાવી છે.
6/7
આ ઉપરાંત હફીઝ સઈદ, મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ સહિતના આતંકવાદી સરદારોને પણ નિશાન બનાવાશે. સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ભારતે મજબુત નેટવર્ક તૈયાર કરી લીધુ છે અને તેનો ઉપયોગ કોવર્ટ ઓપરેશન માટે કરાશે.
7/7
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે. બઘવાયેલું પાકિસ્તાન હવે શું કરવું તેની મૂંઝવણમાં છે ત્યારે ભારતે પાકિસ્તાનને દબાવી દેવા એક કદમ આગળ વધીને પાકિસ્તાનમાં 'કોવર્ટ ઓપરેશન' કરવાનું નક્કી કર્યું છે.