ADC બેંકના ચેરમેન અજય પટેલે આ નિવેદનના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજદારના વકીલે જણાવ્યું કે કોર્ટમાં બે બદનક્ષીની ફરિયાદો નોંધાઇ છે.
2/4
જો કે કે હવે આ મામલે બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં રણદીપ સૂરજેવાલાના નિવેદનની સીડી અને ટ્રાન્સસ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રણદીપ સુરજેવાલા દ્વારા પત્રકાર પરીષદ યોજીને બેંક દ્વારા 745 કરોડની જૂની નોટ બદલી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
3/4
ADC બેંકના ચેરમેનનો આક્ષેપ છે કે રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ નોટબંધી સમયે બેંક દ્વારા કરવામાં આવેલા વ્યવહારને લઇને સવાલો ઉઠાવ્યા હતા જેના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે ADC બેંકમાં 5 દિવસમાં 745 કરોડની નોટ બદલી આપવામાં આવી હતી.
4/4
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી દરમિયાન પાંચ દિવસમાં અમદાવાદમાં ADC બેંકમાં 745 કરોડની નોટ બદલવામાં આવી હતી. જેના મામલે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.