શોધખોળ કરો
રાફેલ મુદ્દે નિર્મલા સીતારમને આપ્યા જવાબ કહ્યું, 2022 સુધીમાં તમામ રાફેલ ભારતને મળી જશે
1/3

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓએ જ્યારે ડીલ કરી હતી ત્યારે 18 વિમાન તૈયાર સ્થિતિમાં મળવાના હતા. બાકી 108 વિમાન 11 વર્ષના સમયગાળામાં બનવાના હતા. 2006 પછી 2014 સુધી તમે 18 પ્લેન પણ મેળવી ન શક્યા. એવું કેમ? અમારી ડીલમાં પહેલું એરક્રાફ્ટ 2016માં થયેલી ડીલના 3 વર્ષની અંદર આવવાનું હતું અને તે બાદ છેલ્લું વિમાન 2022ના અંત સુધીમાં મળવાનું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તમને પહેલું વિમાન મળી જશે એટલે કે કોન્ટ્રાક્ટ સાઈન થયાંને 3 વર્ષની અંદર જ મળશે. તમે ઓગસ્ટા-વેસ્ટલેન્ડનો ઓર્ડર HALને કેમ ન આપ્યો? એટલા માટે કેમકે HAL તમને બીજું કંઈ આપી શકવામાં સમર્થ ન હતું?
2/3

આ પહેલાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં ગોવાના મુખ્ય મંત્રીની રફાલ મામલે કથિત ઑડિયો ટેપ પ્લે કરવાની પણ મંજૂરી માગી હતી. જોકે, મંજૂરી મળી ન હતી. બાદમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલાએ રફાલ ડીલ મામલે પીએસીના રિપોર્ટની સાથે અન્ય દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
Published at : 04 Jan 2019 03:53 PM (IST)
View More





















