કરૂણાનિધિએ 14 વર્ષની ઉંમરમાં જ રાજકીય સફર શરૂ કરી દીધી હતી.1957માં તેઓ 33 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તે સમયે જવાહર લાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતી. બાદમાં મુખ્યમંત્રી તરીકે તેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ જોયો. પાંચમી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે મનમોહન સિંહ પીએમ હતા.
2/5
પાર્ટીના પ્રમુખ તરીકે કરૂણાનિધિને 50 વર્ષ સેવા આપી હતી.. 27 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. 1957માં ધારાસભ્ય બન્યા બાદ એક પણ વખત હાર નથી જોઈ. તેઓ 5 વખત મુખ્યમંત્રી અને 12 વખત વિધાનસભા સભ્ય રહ્યા. તેમણે જે સીટ પરથી ચૂંટણી લડી હતી તેના પરથી જીત મેળવી હતી.
3/5
ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિએ આજે સાંજે 6.10 કલાકે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
4/5
અવસાનના સમાચાર સાંભળી કરૂણાનિધિના પ્રશંસકો શોકમગ્ન થઈ ગયા હતા.
5/5
1969માં ડીએમકે ફાઉન્ડર સીએન અન્નાદુરઈના નિધન બાદ કરુણાનિધિ તમિલનાડુના સીએમ બન્યા હતા. જે બાદ પાર્ટી પર તેમની પકડ મજબૂત થતી ગઈ. 1969માં પ્રથમ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. છેલ્લે તેઓ 2003માં અંતિમ વખત મુખ્યમંત્રી બન્યા હતા.