શોધખોળ કરો
લખનઉઃ 40 કરોડ રૂપિયાનું કાળુ નાણું ધોળું કરવાના આરોપમાં બે બેંક મેનેજરની ધરપકડ, લાંચમાં લીધું સોનું

1/4

હાલમાં ધરપકડ કરવામાં આવેલ બન્ને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલિસ કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડની માગ કરશે જેથી આ ગેંગમાં સામેલ અન્ય લોકો અંગે પણ ખુલાસો થઈ શકે. જ્યારે ઈડીના અધિકારી આ મામલે ટૂંકમાં જ અન્ય લોકોની ધરપકડ થવાની પણ વાત કરી રહ્યા છે.
2/4

તપાસ અધિકારીઓનું માનીએ જ્વેલર્સે તગડી કિંમત પર સોનું વેચ્યું હતું. પોતાની બેલેન્સ શીટમાં હેરાફેરી કરી જ્વેલર્સે કાળી કમાણીને ધોળી કરવા માટે એક્સિસ બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ બેંક અધિકારીઓની મિલીભગતથી કાળા નાણાંને ધોળા કરવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો.
3/4

તપાસ અધિકારીઓ અનુસાર, આરોપીએ લાંચ તરીકે ગોલ્ડની માગ કરી હતી. ઈડીને રેડમાં સોનું પણ મળી આવ્યું છે. 40 કરોડ રૂપિયાની રકમ આરટીજીએસ દ્વારા કથિત જ્વેલર્સના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નોટબંધીની જાહેરાત બાદ 40 કરોડ રૂપિયાની આ કાળી કમાણીમાંથી સોનાની ખરીદી કરવામાં આવી હતી.
4/4

લખનઉઃ લખનઉમાં કાળા નાણાંને ધોળા કરવાના મામલે એક્સિસ બેંકના બે મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીએની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ઈડી)એ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. આરોપીએ પર લાંચ લઈને 40 કરોડના કાળા નાણાં નવી નોટમાં બદલવાનો આરોપ છે.
Published at : 05 Dec 2016 10:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
