ગૂગલ ઈંડિયાએ મહાન સામાજિક સુધારક સાવિત્રીબાઈ ફૂલેની 186મી જન્મ જયંતિ પર એક ડૂડલ બનાવ્યું છે. બ્રિટીશ રાજના સમયમાં સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રમાં જ્ઞાતિપ્રથા અને જાતિય ભેદભાવના વિરોધમાં સામાજિક સુધારા કરનારા અગ્રણી મહિલા હતા.
2/3
સાવિત્રીબાઈએ દિકરા સાથે એક દવાખાનું પણ શરૂ કર્યુ હતું. જેમાં બૂબોનીક પ્લેગના દર્દીઓની સારવાર કરતા તેમને પણ આ રોગ લાગુ પડ્યો. અમે ફૂલે 10 માર્ચ, 1897માં અવસાન પામ્યા. કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા ઘણા સમયથી તેમના જન્મ દિવસને શિક્ષક દિન જાહેર કરવાની માંગ થઈ રહી છે.
3/3
તેમનો જન્મ જાન્યુઆરી 3, 1831માં થયો હતો. તેમણે પુણેના ભીડેવાડામાં પહેલી કન્યાશાળા શરૂ કરી હતી, જેમાં અલગ-અલગ જ્ઞાતિની દિકરીઓને એક સાથે શિક્ષણ આપી શકાય. વિધવાઓ કે જેમનું અન્ય પુરૂષોએ શારિરીક ઉત્પીડન કર્યુ હોય અને તે બાદ પરિવારોએ તરછોડી દીધી હોય તેવી મહિલાઓ માટે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિરાઓ સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમનો દત્તક પુત્ર યશવંતરાઓ ગુપ્તા એક બ્રામ્હણ વિધવાનો દિકરો હતો.