સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે શાહની આ ટિપ્પણીના જવાબમાં કહ્યું કે 'લોકો હારવા લાગે ત્યારે આ પ્રકારના બહાના શોધે છે. શાહની તો આવી આદત જ છે. તેમણે ગુજરાતમાં તો સારા લોકો સાથે પણ આવું જ કર્યું હતું.' રામગોપાલે કહ્યું કે વડાપ્રધાનથી તો આખો દેશ ડરેલો છે.
2/4
અમિત શાહે કહ્યું હતું કે 'પશ્ચિમ યુપીમાં મા-બાપ તેમની દીકરીઓને ભણાવવા માટે દિલ્હીની કોલેજોમાં મોકલે છે. અહીંની કોલેજોમાં એટલા માટે નથી મોકલતા કારણ કે સપાના ગુંડા તેમની દીકરીઓને હેરાન કરે છે. અમે નક્કી કર્યું છે કે જો ભાજપની સરકાર બનશે તો એન્ટિ-રોમિયો સ્કવોડ બનાવીને આ તમામ ગુંડાઓને ઊંધા લટકાવીને સીધા કરી દઈશું.'
3/4
અમિત શાહે નોઈડામાં એક જાહેરસભામાં સમાજવાદી પક્ષની સરકાર પર ઉગ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે જો ભાજપની સરકાર રચાશે તો સપાના ગુંડાઓને સીધા કરી દેશે. રામગોપાલે તેના જવાબમાં પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતમાં શું કર્યું હતું.
4/4
નવી દિલ્લી : ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ નેતાઓની નિવેદનબાજી તીવ્ર બની રહી છે. ભાજપના પ્રમુખ અમિત શાહ અને સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવ વચ્ચે આવું જ ઉગ્ર વાકયુદ્ઘ થયું હતું.