શોધખોળ કરો
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કોળી સેનાના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધારાસભ્ય પરશોત્તમ સોલંકીએ આક્રમક અંદાજમાં હુંકાર ભર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને કોઈ ફરક પડતો નથી. સિંહ પોતાની મસ્તીમાં જીવતો હોય છે અને તેની પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી. સિંહની ફરતે અનેક કૂતરા હોય છે, પરંતુ સિંહની એક ડણકથી જ તેઓ ભાગી જાય છે. તેથી પાછળ વળીને જોવાની કોઈ જરૂર નથી.
ગીર સોમનાથનું ઉના... જ્યાં નૂતન વર્ષ નિમિતે કોળી સેના તરફથી યોજાયો હતો સ્નેહમિલન સમારોહ... જેમાં ઉપસ્થિત રહ્યા મત્સ્યઉદ્યોગ રાજ્ય મંત્રી અને કોળી સેનાના સ્થાપક પરસોત્તમ સોલંકી... જેને ફરી એકવાર જાહેર મંચ પરથી હુંકાર કર્યો અને સ્નેહમિલન સમારોહમાં ચર્ચા એ શરૂ થઈ કે ભાઈનો ઈશારો કોના તરફ હતો.... આ તકે પરસોત્તમ સોલંકી સમાજમાં એકતા ભાઈચારો જળવાઈ રહે તેના પર ભાર પણ મૂક્યો.... આવો સાંભળીએ પરસોત્તમ સોલંકીએ સ્નેહમિલન સમારોહના મંચ પરથી કરેલો હુંકાર....
Tags :
Parshottam Solankiગુજરાત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Baldevji Thakor : PM મોદીને મળ્યાની ચર્ચા પર બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
આગળ જુઓ
Advertisement
Advertisement
















