નવી દિલ્હીઃ દર મહિને વીજળીના વધતા બીલથી લગભઘ દરેક લોકો પરેશાન હશે. મોટાભાગના લોકો એવું જ વિચારતા હશે કે, આપણે જેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે તેના કરતાં વધારે જ બીલ આવ્યું છે. લોકોની આવી ફરિયાદનું સમાધાન કરવા માટે ઉર્જા મંત્રાલયે એક નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રાલય 1 એપ્રિલ, 2019થી તમામ રાજ્યોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે.
2/3
તમામ સ્માર્ટ મીટર્સ પાવર કોર્પોરેશનમાં બનેલા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. કર્મચારી સૉફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમમાંથી મીટર રીડિંગ નોટ કરી શકશે. આ ઉપરાંત, જો કોઈ મીટર સાથે ચેડા કરશે, તો તેની જાણ કંન્ટ્રોલ રૂમમાં થઈ જશે. જો ગ્રાહક સમયસર વીજળી બિલ ચૂકવતો નથી, તો તેના મીટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. આ માટે, ગ્રાહકોના ઘરે જવાની જરૂર નથી.
3/3
સરકારના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ મીટર ગરીબના હિતમાં છે કારણ કે ગ્રાહકોને એક મહિનામાં સંપૂર્ણ મહિનાનું બિલ ચૂકવવાની જરૂર નથી. તેના બદલે તેઓ તેમની જરૂરિયાતો અનુસાર બિલ ચૂકવી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ પ્રીપેઇડ મીટર્સના ઉત્પાદનમાં મોટા પાયે યુવાનો માટે નોકરીની તક પણ ઊભી થશે.