ગુજરાતીમાં માહિતી માટે પોલિંગ બૂથ બહાર ગાઇડ રાખવામાં આવશે. આ સાથે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાત સાથે કેન્દ્રને પણ આચાર સંહિતા લાગુ પડશે.
2/3
નવી દિલ્લીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. દેશના મુખ્ય ચૂંટમી કમિશનર અચલ કુમાર જોતિએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, તમામ મતદાન મથક પર EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવશે.
3/3
ગુજરાતમાં કુલ 4.33 કરોડ મતદારો છે. જ્યારે 50,128 પોલિંગબૂથ છે. દરેક મતદારોને ફોટા સાથેની સ્લીપ અપાશે. મહિલાઓ નિર્ભયપણે મતદાન કરી શકે, તે માટે ખાસ વ્યવસ્થા કરાશે. મતદાર કૂટિરમાં ગુપ્તતા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.