પોલીસે ઘટનાની તપાસ કરતા ગુજરાતમાં પટેલ આંદોલનના અગ્રણી નેતા હાર્દિક પટેલને દેલવાડા પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે બોલાવ્યો હતો. જેથી હાર્દિક શનિવારે આ ઘટના મામલે દેલવાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીએ હાર્દિક સાથે ઘણી પુછપરછ કરી હતી. લગભગ હાર્દિક સાથે 25 મિનિટ સુધી વાચચીત ચાલી હતી.
3/5
પરંતુ હાર્દિકે પોતાના નિવેદનમાં એક જ વાત કહી હતી કે તેને આ ઘટના વિશે કંઈ ખબર નથી. હું તો પાછળની કારમાં બેઠો હતો, અને મારા કારના કાચ બંધ હતા, જેથી મેં કંઈ સાંભળ્યું કે બોલ્યો નથી. મને આ ઘટનાક્રમ વિશે કંઈ ખબર નથી. પોલીસના પુછપરછ પછી હાર્દિક પટેલ પાછો ઉદ્દેપુર જતો રહ્યો હતો.
4/5
દેલવાડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી સમીઉલ્લા ખાને જણાવ્યું કે ટોલ પ્લાઝા નેગડિયાના કપિલદેવે 21 જુલાઈ 2016એ રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં આરોપ હતો કે હાર્દિક પટેલ, પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગી અને ચાર અન્ય સમથકોએ ટોલટેક્ષ નહી ભરવા બાબતે અભદ્ર વર્તન અને ધમકી આપી હતી કે ભવિષ્યમાં ક્યારેય પણ તે આ રસ્તે નીકળશે ત્યારે ટોલ ટેક્ષ માંગ્યો તો ટોલ બુથ જ ઉપાડી જઈશું. ઘટના પછી ટોલઅધિકારીઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
5/5
ઉદ્દેપુર: રાષ્ટ્રીય હાઈવે-8ના ફોરલેન પર નેગડિયામાં ટોલ પ્લાઝા પર ટોલ ટેક્ષ નહી ભરતા ટોલકર્મચારીઓને ધમકાવવાના મામલામાં હાર્દિક પટેલ શનિવારે દેલવાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસ સાથેની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે હું કારમાં પાછળ બેઠો હતો અને મારી કારના કાચ બંધ હતા, જેથી મેં ઘટના વિશે કંઈ સાંભળ્યું કે બોલ્યો નથી. મને આ ઘટના વિશે કંઈ ખબર નથી. મામલામાં માવલી પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગી સહિત ઘણા લોકોના નિવેદન પેન્ડિંગ છે.