શોધખોળ કરો
બેંગાલુરુના જિંદાલ નેચરલ કેરમાં હાર્દિક પટેલની ટ્રીટમેન્ટ શરૂ, જુઓ તસવીરો
1/4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ પાટીદાર સંસ્થાઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ દરમિયાન હાર્દિકની તબિયત ખરાબ થઈ હતી અને તેના શરીરના કેટલાંક અંગો પર અસર થઈ હતી. જેની સારવાર કરાવવા માટે હાર્દિક બેંગાલુરુના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં પહોંચ્યો છે. હાર્દિકે આ અંગેનો ફોટો સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વિટર પર શેર કર્યો છે. સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાટીદારોને અનામત, યુવાઓને રોજગારી અને ખેડૂતોની દેવા માફી મામલે તે ફરીવાર રસ્તા પર ઉતરશે.
2/4

, જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડૉ.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે.
Published at : 20 Sep 2018 08:10 AM (IST)
View More





















